મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપુરી રોડ ઉપર જલારામ મંદિર નજીકથી બાઈક ઉપર હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડ દારૂની એક બોટલ લઈને નીકળેલા ધર્મેશ રમેશભાઈ સોલંકી નામના યુવાનને ઝડપી લઈ 25 હજારના બાઈક સહિત 25,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ધર્મેશે દારૂની આ બોટલ શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા અજયસિંહ બળવંતસિંહ ઝાલા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.