મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 6ના નાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા આરોપી સોકતભાઈ હાસમભાઈ પઠાણ ઉ.39 રહે.મદીના સોસાયટી, વીસીપરા વાળાને ચેક કરતા આરોપી સોકતભાઈના કબ્જામાંથી વિદેશી દારૂની 180 મીલીની કાચની એક બોટલ કિંમત રૂપિયા 300 મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.