મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાંતિનગરના ઢાળીયા નજીક બાતમીને આધારે દરોડો પાડી સિવાસ રિગલ, સિગ્નેચર સહિતની મોંઘીદાટ વિદેશી દારૂની 32 બાટલી સાથે એક યુવાનને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાંતિનગર ઢાળીયા પાસે નેશનલ હાઇવે ઉપર હોટલ નજીકથી પોલીસે બાતમીને આધારે દેવીસીંગ નારાયણસિંગ રાવત, રહે- પલડી, ધાન મંડી, થાના-તાડગજ પોસ્ટ-પાલડી જી.અજમેર રાજસ્થાન વાળાને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી સીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કિની 2 બોટલ, જે&બી બ્લેન્ડ ઓફ ધ પ્યુરેસ્ટ ઓલ્ડ સ્કોચ વ્હીસ્કિની 6 બોટલ, સિગ્નેચર માસ્ટર બ્લેંડર રેર એજેડ વ્હીસ્કિની 12 બોટલ, મેકડોવેલ નંબર વન વ્હીસ્કિની 8 બોટલ અને કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કિની 4 બોટલ સહિત કુલ રૂપિયા 30,020ની કિંમતની 32 બોટલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.