મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે મોરબી - હળવદ રોડ ઉપર આઈટીઆઈ નજીકથી બાઇક ઉપર વિદેશી દારૂની 10 બોટલ સાથે નીકળેલા એક યુવાનને ઝડપી લઈ રૂપિયા 30,550નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે હળવદ - મોરબી હાઇવે ઉપર આઈટીઆઈ નજીકથી શંકાસ્પદ રીતે બાઇક લઈને નીકળેલા કોલસાના વેપારી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉ.22 રહે. ઉમા ટાઉનશીપ સામે અનંતનગર મોરબી વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી મેઝીક મુમેન્ટની ગ્રીન વોડકાની બે બોટલ તેમજ ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની આઠ બોટલ કિંમત રૂપિયા 5550 મળી આવતા પોલીસે ગુન્હામાં ઉપયોગમાં લીધેલ બાઇક નંબર GJ-36-AB-0244 કિંમત રૂપિયા 25 હજાર સહિત કુલ 30,550નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.