મોરબી : મોરબી શહેરના ભડિયાદ વિસ્તારમાં રહેતા અને મેઈન રોડ પર દુકાન ધરાવતા વેપારીએ ત્રણેક માસ અગાઉ આરોપીને દુકાન સામે સુવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી ભડિયાદ ખાતે જ રહેતા એક આરોપીએ વેપારીના મોઢે તેમજ આંખના ભાગે છરી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ભડિયાદ ગામે દુકાન ધરાવતા મોહિન્દરભાઈ મગનભાઈ અઘારા ઉ.43 નામના યુવકે આરોપી પ્રભુભાઈ સુરેલા રહે.ભડિયાદ વાળા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેત કર્યું હતું કે, આરોપી પ્રભુભાઈ તેમની દુકાન સામે સૂતો હોવાથી મોહિન્દરભાઈએ ત્રણ મહિના પહેલા આરોપીને દુકાન સામે નહિ સુવા કહ્યું હતું.જે બાબતનો ખાર રાખી આરોપી પ્રભુભાઈએ ગઈકાલે સવારે ભડિયાદ કાટા પાસે મહેતા કોલેજ નજીક તેમની દુકાને આવી છરી વડે હુમલો કરતા મોઢાના ભાગે તેમજ આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.