મોરબી : મોરબી શહેરના ઇન્દીરાનગરમાં રહેતા યુવકના પુત્રએ પાડોશી પાસેથી જૂનો મોબાઈલ લીધા બાદ મોબાઈલમાં સીમકાર્ડ ચાલતું ન હોવાથી ફોન કરી પૈસા પરત માંગવા છતાં આરોપીએ પૈસા પરત આપવા સમજાવવા જતા આરોપીએ પથ્થરના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા દેવજીભાઈ બેચરભાઈ ઉપસરિયા ઉ.36 નામના યુવકે આરોપી ભાવેશ ઉપસરિયા રહે.ઇન્દીરાનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી પાસેથી તેમના સગીર પુત્રએ જૂનો મોબાઈલ ખરીદ કર્યો હોય પરંતુ મોબાઈલમાં સીમકાર્ડ ચાલતું ન હોવાથી મોબાઈલ પરત આપી પૈસા પરત માંગવા છતાં પૈસા આપ્યા ન હતા.જેથી ફરિયાદી અને તેમના પત્ની પૈસા માંગવા જતા આરોપીએ ઝઘડો કરી પથ્થરના ઘા ઝીકી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.