ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ગેરેજ સંચાલક ગટરનું ઢાંકણું તોડતા હોવાથી નાસ્તાની લારી ધરાવતા યુવાને ઢાંકણું તોડવાની ના પાડતા ત્રણ આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી લોખંડનો પાઇપ ફટકારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે નાસ્તાની લારી ધરાવતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયાએ આરોપી રમેશ વિરજી પરમાર, મનસુખ વિરજી પરમાર અને દયારામ વિરજી પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ પોતાના ગેરેજ પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તોડતા હોય જેથી ગટરમાંથી નીકળતા પાણીની દુર્ગંધ આવે તેમ હોવાથી ઢાંકણું નહિ તોડવાનું કહેતા આરોપીઓએ હેમરાજભાઈને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી માથામાં લોખંડનો પાઇપ મારી દેતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.