મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક પાસે રીક્ષામાં ઓછા ભાડામાં પેસેન્જરની હેરફેર કરવા મામલે બે શખ્સોએ રીક્ષા ચાલક સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કાંતિનગરમાં રહેતા ફરિયાદી રીક્ષા ચાલક આસિફભાઈ રજાકભાઈ કોલીયા ઓછા ભાડામાં પેસેન્જર બેસાડતા હોય જેથી આરોપી સલીમ ગુલામભાઈ કાદર તેમજ આરોપી હાજી ગુલામભાઈ કાદરે ઝઘડો કરી છરીના ઘા ઝીકી દઈ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.