મોરબી : રમત ગમત યુવા અને સાંકૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા જિલ્લામાં યુથ એસેમ્બલી 2026નું આયોજન કરવામાં આવશે. જેમાં 15 થી 29 વયના યુવાનો ભાગ લઈ શકશે.આ સ્પર્ધા દરેક વિધાનસભાં વિસ્તાર મુજબ યોજવામાં આવશે અને ત્યાર બાદ જિલ્લા કક્ષાએ આયોજન થશે. જિલ્લામાં પ્રથમ વિજેતા થનાર સ્પર્ધકને રાજ્યકક્ષાએ યુથ પાર્લામેન્ટમાં મોરબીનું પ્રતિનિધિત્વ કરવા મળશે. કચેરી દ્વારા આપવામાં આવેલા વિષય ઉપર સ્પર્ધકે પોતાના વિચારો 5 થી 10 મિનિટની સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી ને મંગળવાર છે. ત્યાં સુધીમાં સરકારી કામકાજના દિવસો દરમ્યાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, લાલ બાગ, સેવા સદન ખાતે કચેરીના સમય દરમ્યાન સાદા કાગળમાં અરજી કરી નામ નોંધાવી દેવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.