મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નં. 2માં વિસીપરામા આવેલ ભરવાડવાસમા પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી કાયમી પાણી ભરાતા હોય આમ આદમી પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ વેળાએ જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, મોરબી જીલ્લા જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, મોરબી જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ, જીલ્લા પ્રમુખ sc વિજયભાઈ મકવાણા, મોરબી શહેર ઉપ પ્રમુખ જયભાઈ સારેસા, યુવા કાર્યકર ભાવિનભાઈ ફેફર, ભરતભાઇ બોસીયા, મોરબી શહેર મંત્રી હુસેનભાઈ તેમજ સોયેબભાઈ જોડાયા હતા.