મોરબી: આગામી સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખીને રાજકીય પક્ષો દ્વારા સંગઠનલક્ષી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ટીમ હળવદ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા સંગઠનનું વિસ્તરણ કરી નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં હળવદ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને નવયુવાન કાર્યકર્તાઓને જિલ્લા સંગઠનમાં સ્થાન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કોને કઈ જવાબદારી સોંપાઈ?જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સત્તાવાર રીતે નિમણૂંક પત્રો આપીને નીચે મુજબના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે: • હિમાંશુભાઈ મહેતા: મહામંત્રી, જિલ્લા કોંગ્રેસ • ઘનશ્યામભાઈ પરમાર: ઉપપ્રમુખ, જિલ્લા કોંગ્રેસ • આમીનભાઈ ભટ્ટી: ઉપપ્રમુખ, જિલ્લા કોંગ્રેસઆ તકે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ ઝાલા અને હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષની વિચારધારા સાથે રહીને સંગઠનને વધુ મજબૂત કરવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #Halvad #Congress #Politics #Election2026 #MorbiUpdate #GujaratPolitics #LocalBodyElection