મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ શેરોન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા પ્રિયાબેન વિનોદભાઈ નાગર ઉ.18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.