દ્વારકાના સલાયામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનને વતનમાં કાળનો ભેટો મોરબી : મોરબીના ખાનપર ગામના વતની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક માદરે વતન વેકેશનમાં આવતા જ યમરાજનું તેડું આવતા હાર્ટએટેકથી નાની વયે અંતિમશ્વાસ લીધા હતા.હાલ સમગ્ર રાજ્યમાં સતત હાર્ટએટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મોરબીના ખાનપર ગામના વતની અને હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા ઉ.29ને સોમવારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને હાર્ટએટેક જીવલેણ સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, રાહુલકુમાર દ્વારકા જીલ્લાના સલાયા ગામે સરકારી શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને 2 દિવસ થયા પોતાના વતન ખાનપર ગામે આવ્યા હોવાનું જાણવા મળે છે.