યુવા શૂટર વેદાંત પટેલ હવે નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રદર્શન કરશે હળવદ: હળવદના વતની દેવેન્દ્ર પટેલ (રામદૂત પરિવાર)ના પુત્ર અને અમદાવાદની વિજય ભારત સ્પોર્ટ્સ એકેડેમીના યુવા શૂટર વેદાંત પટેલે ગોવામાં યોજાયેલી 12th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ-2025માં નેશનલ ક્વોલિફાય કરીને સિદ્ધિ હાંસલ કરી છે.વેદાંતે 10 મીટર એર પિસ્ટોલ (NR)ની સબ યુથ મેન ઇન્ડિવિજ્યુઅલ અને યુથ મેન ઇન્ડિવિજ્યુઅલ બંને કેટેગરીમાં 353નો પ્રભાવશાળી સ્કોર નોંધાવ્યો હતો. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે તેણે નેશનલ લેવલની સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે. તેના કોચ અને એકેડેમી ટીમે વેદાંતની નિયમિત મહેનત, નિષ્ઠા અને મજબૂત મેન્ટલ ફોકસને આ સફળતાનો શ્રેય આપ્યો હતો. હવે વેદાંત આગામી નેશનલ ચેમ્પિયનશિપમાં વધુ સારા પ્રદર્શન માટે તૈયારીઓ શરૂ કરશે. આ યુવા શૂટરની સિદ્ધિ બદલ અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.