ચાર શખ્સો સામે હળવદ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હળવદ : હળવદમાં અગાઉ લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરીને ચાર શખ્સોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવનું હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી મુકેશભાઇ બળદેવભાઇ હડીયલ (ઉવ.૩૮ ધધો ખેતી, રહે. ગોરી દરવાજા પાસે રામદેવપીરના મંદીર સામે, હળવદ) એ આરોપીઓ ભાગ્યેશભાઇ બ્રામણ, રાજભા રજપુત તથા બે અજણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપી ભાગ્યેશભાઇ બ્રામણ પાસેથી પૈસા લીધેલ હોય જે પૈસા ફરીયાદીએ પરત આપી દીધેલ હોય તેમ છતા આરોપી ભાગ્યેશભાઇએ પૈસા લેવા ફરીયાદમા જણાવેલ આરોપીઓને સીલ્વર કલરની ગાડી લઈ ફરી પાસે તારીખ ૨૪ ના રોજ મોકલી પૈસાની ઉઘરાણી કરી તેમજ તારીખ ૨૭ ના રાતના અગીયારેક વાગ્યે ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના ઘરનો દરવાજો ખખડાવી ફરીયાદીના માતાના ગાળો આપી તથા ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.