હળવદ : ગત તા. 16 જાન્યુઆરીના રોજ સાંજના સમયે જુના દેવળીયા નજીક થયેલ ટ્રક અકસ્માતમાં એક યુવકનું મોત થયેલ છે. જેની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળીયા-હળવદ હાઇવે રોડ જુના દેવળીયા ગામની સીમ રોહીશાળાના પાટીયાથી આગળ હળવદ જવાના રસ્તે ગત તા. 16 જાન્યુઆરીના રોજ સાંજના સમયે આરોપી ટ્રક ચાલક ગોમારામ મઘારામ ચૌધરી (રહે. ઘાણે કી ધાણી, તા. ગુડામાલાની, જી. બાડમેર (રાજસ્થાન)એ પોતાના ટ્રક નં. GJ 12 BW 0793 ને બેદરકારીપુર્વક ચલાવી આગળ જતી ટ્રક રજી નં GJ 12 BW 0817 ને પાછળના ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આરોપીની ટ્રકમાં બેસેલા ખલાસી કમલેશભાઇ (ઉ.વ. ૨૦) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં આરોપી નાશી ગયેલ હોવાથી હળવદ પોલીસે મીતુલભાઇ ભરતભાઇ ગઢવી (ઉ.વ.૪૨, ધંધો. ટ્રાન્સપોર્ટ, રહે. ઓમ બંગ્લો, જંગી રોડ, સામખ્યાલી, તા. ભચાઉ, જી. કચ્છ)ની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ આદરી છે.