હળવદ : હળવદ-માળીયા હાઈવે પર આવેલ ધનાળા ગામના પાટીયા નજીક આજે વહેલી સવારના કોઈ અજાણ્યા વાહનચાલકે સીએનજી ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની લોકો પાસેથી મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં રહેતા સુરેશભાઇ ધારાભાઈ નામનો યુવાન હળવદ માળીયા હાઈવે પર આવેલ ધનાળા ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા આ યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે.