સીસીટીવી કેમેરામાં મૃતક ત્રીજા માળેથી નીચે પડતો દેખાતા હાલ પોલીસે આ બનાવ આપઘાત, અકસ્માત અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ શરૂ કરી મોરબી : મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસેથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા ચેક કરતા આ યુવાન શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી નીચે પડયો હોવાનું માલુમ પડ્યું હતું. આથી પોલીસે આ બનાવ આપઘાતનો કે અકસ્માતનો છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલે આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબીના સામાંકાંઠે હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બરની નીચેથી આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસની તપાસમાં મૃતક મૂળ સુરેન્દ્રનગરનો વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલી વડવાળા ટી સ્ટોલમાં કામ કરતો અને ત્યાં જ રહેતો રણજિતભાઈ ભુપતભાઇ સોલંકી (ઉ.વ.40) હોવાની ઓળખ મળી હતી. પોલીસે બનાવનું કારણ જાણવા માટે ઘટનાસ્થળે લગાવેલા સીસીટીવી કૅમેરા ચેક કરતા આ યુવાન શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી નીચે પડતો દેખાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે હજુ એક જ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા છે. જેમાં આ બાબત સામે આવી છે. બીજા કેમેરાના ફૂટેજ ચેક કરવાનું ચાલુ છે. આ બનાવનું ચોક્ક્સ કારણ જાણવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું !!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે ? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..