મોરબી : મોરબીના નાગડાવાસ અને ગૂંગણ ગામ વચ્ચે આવેલી મચ્છું નદીમાં ન્હાવા પડેલો વિરાભાઈ સામદભાઈ લાબડીયા નામનો યુવાન ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગામના આગેવાનોએ જાણ કરતા તેઓએ ગ્રામ્ય મામલતદાર ડી.જે.જાડેજાને જાણ કરી હતી. મામલતદારએ તાકીદે NDRFની ટિમ બોલાવી હતી. હજુ સુધી આ યુવક લાપતા હોય NDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને નદીમાં યુવાનની શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે.