માળીયા : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે તળાવમાં ભેંસને બચાવવા જતા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના વર્ષામેડી ગામે ભુરાભાઈ વાલાભાઈ ભરવાડ (ઉ.વ. 25) નામના યુવાનની ગત તા.4ના રોજ સવારના અગ્યારેક વાગ્યે તેની ભેંસો તલાવડાના પાણીમાં જતી રહેલ હોય. જેથી, ભેંસોને તલાવડામાંથી બહાર કાઢવા તલાવડાના પાણીમા જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની માળીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.