માળીયા હોનેસ્ટ હોટલ પાછળ બનેલી ઘટના મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર હોનેસ્ટ હોટલ પાછળ સસરાના ખેતરમાં ઘુસી ગયેલી ભેંસને બહાર કાઢવા જતા વીજ થાંભલામાંથી વીજ શોક લાગતા માળીયા રોલીયાવાંઢ વિસ્તારમાં રહેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયાના રોલીયાવાંઢ વિસ્તારમાં રહેતા ફતેમામદભાઇ નથુભાઇ જામ, ઉ.35 ગઈકાલે માળીયા નજીક હોનેસ્ટ હોટલની પાછળ આવેલ પોતાના સસરા ગુલામભાઇ અયુબભાઇ મોવરના ખેતરે હતા. આ સમયે ખેતરમાં આવેલ ભેસને કાઢવા જતા ઇલેકટ્રીક પોલની પાસે ઇલેકટ્રીક શોક લાગતા સારવાર માટે માળીયા સરકારી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.