મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે યુવકને ઝેરી દવાની અસર થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નારણકા ગામમાં રહેતા 25 વર્ષીય નાનજીભાઇ અન્યાભાઇ દાણા ગત તા. 13ના રોજ વાડીએ દવાનો છટકાવ કરતા હોય, જે દવાની ઝેરી અસર થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ તથા વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેઓનુ ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..