વાંકાનેર : વાંકાનેરમાં ઢુવા-માટેલ રોડ પર બ્રાવેટા સીરામીક કારખાનામાં રહી કામ કરતા 24 વર્ષીય મહેશસીંગ તરુણસિંગએ ગઈકાલે તા. 3ના રોજ બપોરના સમયે કોઇ કારણસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.