મોરબીના મકનસર નજીક આવેલ સીરામીક કારખાનામાં બનેલી ઘટના મોરબી : મોરબીના મકનસર ગામે આવેલ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા યુવાનનું મોબાઈલ ફોનમાં વાત કરી વખતે અકસ્માતે ઠેસ લાગવાથી પડી જતા મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ વેરોના સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ગોપીભાઈ ધડેઈ (ઉ.વ.૨૮) નામના યુવાનનું ગઈકાલે તા.૨૭ ના રોજ કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. આથી આ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવના કારણ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.આર.પરમારએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન બનાવની મોડી રાત્રે કોઈની સાથે ચાલતા-ચાલતા મોબાઈલ ફોનમાં વાતચીત કરતો હતો. તે વખતે ચાલતા-ચાલતા પગમાં ઠેસ વાગતા પડી ગયો હતો અને માથામાં હેમરેજ થવાથી તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.