મોરબીના ત્રાજપર-ખારી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના મોરબી : મોરબીના ત્રાજપર-ખારી વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી જવાથી યુવાનનું મોત થયું હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા સલીમ ભાઇ બચુભાઇ સમૈજા (ઉ.વ.૨૫) નામનો યુવાન ગઈકાલે તા-૨૨ ના રોજ ત્રાજપર વિસ્તારમાં આવેલ પાંણીની ટાંકીમા પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. બાદમાં યુવાનનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી હતભાગી યુવાનના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..