મોરબી : મોરબી શહેરના કેનાલ રોડ પર ગોકુલ મથુરા સોસાયટીમાં વર્ણી હાઇટ્સમાં રહેતા જગદીશભાઈ કરમશીભાઈ શેરસિયા ઉ.49 નામના યુવક પોતાના ઘેત બાથરૂમ જવા માટે ગયા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા બેભાન થઈ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.