માળીયા :માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામે આવેલ તળાવમાં કોઈ કારણોસર ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામે રહેતા કરણભાઇ શ્યામલાલ અજનાર (ઉ.વ.૩૫) નામના યુવાનનું ગઈકાલે તા.૨૭ ના રોજ માણાબા ગામે આવેલ તળાવમા કોઇપણ કારણોસર ડુબી જતા મોત નીપજ્યું હતું બાદમાં યુવાનની ડેડબોડીને ૧૦૮ એમ્બ્યુલન્સમા માળીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવની જાણ થતાં માળીયા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.આ બનાવની આગળની તપાસ ઘાટીલા ઓ.પી U.H.C એમ.એન.બાલાસરા ચાલવી રહ્યા છે.