વાંકાનેર : વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા યુવાને ગઈકાલે કોઇ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ લઘરાભાઈ ડેડવાણીયા ઉ.વ.26 નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદમાં યુવાનના મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતક યુવાનના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en