પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતા પગલું ભર્યું મોરબી : મોરબીના સામા કાંઠા પાસે આવેલી સીરામીક સિટીમાં રહેતા એક યુવાનને પત્ની સાથે બોલચાલી થતા લાગી આવ્યું હતું અને વાંકાનેર હાઇવે પર લાલપર ગામ નજીક બાપા સીતારામ મઢુંલી પાસે આવેલી ઓરડીમાં જઈ ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ સીરામીક સિટીમાં રહતા ગૌરવ મહેશભાઈ જોશી નામના યુવાનને તેની પત્ની પાયલબેન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતે લાગી આવતા લાલપર ગામ નજીક આવેલ બાપાસીતારામ મઢુંલીમાં આવેલ ઓરડીમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા તત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે તાલૂકા પોલીસે મૃતકના પિતા મહેશભાઈ ભાવશંકર જોશીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate