મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં મકાન ખરીદ કર્યા બાદ નાણાં ભરવાની ચિંતામાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં મકાન ખરીદ કર્યા બાદ કિશોરભાઇ કાનજીભાઇ પરમાર આ મકાનના રૂપીયા ભરવાના બાકી હોય જે બાબતે થોડા સમયથી સતત ટેન્શનમા રહેતા હતા જે અનુસંધાને ગઈકાલે ચિંતામાં ને ચિંતામાં પોતાની જાતે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.