હળવદના ચરડવાના યુવાન સાથે મહિલા સહિતના બે આરોપીઓએ કરી છેતરપિંડીહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ફોન કરી તમારી રીક્ષાના હપ્તા ચડી ગયા છે કહી વોટ્સએપમા ઓનલાઈન ફોન પે સ્કેનર મોકલી 10,192ની ઠગાઈ કરતા મહિલા સહિતના બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા મનોજ વાલજીભાઈ હળવદીયાને ગત તા.9ના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને અર્ચનાબેન નામની મહિલાએ ફોન કરી તમારા રીક્ષાનાએ હપ્તા ચડી ગયા છે તેમ કહી ફોન પે સ્કેનર મોકલી રૂ.10,192 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી બાદમાં હપ્તો નહિ ભરી તેમજ રૂપિયા પરત નહિ કરી છેતરપિંડી આચરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.