મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે શહેરના ખાટકીવાસના નાકા પાસેથી અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર, રહે.મકરાણીવાસ મદીનાચોક મસ્જીદની બાજુમા વાળાને પાસ પરમીટ કે આધાર વગર રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની બોટલ નંગ-1 કિ.રૂ.300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.