મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી રોડની પાછળની શેરીમાંથી 30 બોટલ દારૂ સાથે યુવાનને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડની પાછળની શેરીમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીશીપરા મદીના સોસાયટીમાં રહેતા જીલાણી કાસમભાઇ ચૌહાણ નામના યુવાનને મેકડોવેલ્સ નં.1 સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-22 તેમજ રોયલ ગ્રૈન્ડર મેટ્રો લીકર બોટલ નંગ-8 સહિત કુલ બોટલ નંગ -30 કિંમત રૂપિયા 10,650 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.