ગત રાત્રીના યુવાન ગામમાં આવેલ હનુમાનજી મંદિરે સુતો હતો ત્યારનો બનાવ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે ગત મોડીરાત્રીના યુવાન ગામમાં આવેલા હનુમાનજી મંદિરે સૂતો હતો ત્યારે તેના કૌટુંબિક ભાઈઓ દ્વારા યુવાનને પેટ્રોલ છાંટી સળગાવવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જોકે ગત રાત્રીના બનાવ બન્યા બાદ યુવાને આજે રાજકોટ સારવાર દરમિયાન દમ તોડયો છે જોકે બનાવને લઇ હળવદ પોલીસે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા વિક્રમભાઈ હરેશભાઈ કોળી ઉંમર વર્ષ 22 નામનો યુવાન ગામમાં આવેલા હનુમાનજી મંદિરે સૂતો હતો તે વેળાએ તેના કુટુંબના બેથી વધુ શખ્સોએ અગાઉના મનદુઃખને લઈ વિક્રમ પર પેટ્રોલ છાંટી સળગાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જોકે યુવાનોને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યારબાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં વિક્રમનું આજે મોડી સાંજના સારવાર દરમિયાન મોત થયું હોવાનું જોકે આ બનાવને લઇ હળવદ પોલીસ પણ રાજકોટ ફરિયાદ લેવા દોડી ગઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે સાચી હકીકત તો પોલીસ ફરિયાદ જ બહાર આવશે અત્રે પણ ઉલ્લેખનીય છે કે મૃતક વિક્રમનું અગાઉ ત્રણેક માસ પહેલાં તેના જ કુટુંબના બેથી ત્રણ લોકોએ મન દુખ ને લઇ બાઇક પણ સળગાવ્યું હોવાની માહિતી મળી છે.