મોરબીના ટીમ્બડી ગામ પાસે મારમારીની ઘટનામાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા મામલે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી કારમાં પથમરમારો કરીને તોડફોડ કરી હતી. આ બનાવ અંગે યુવાને માર માર્યાની અને કારમાં તોડફોડ કર્યાની બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા મોહિતભાઈ મનસુખભાઇ ઘોડાસરા (ઉ.વ. 32) નામના યુવાને રામજીભાઈ ડાયાભાઈ પરમાર અને દિગુભા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ ગઈકાલે મોરબીના ટીમ્બડી ગામના પાટિયા પાસે હતા.ત્યારે આ બન્ને આરોપીઓએ ત્યાં આવી ફરિયાદીને કહ્યું હતું કે, તમે મિટ્ટી કી જમાવટ નામના વોટ્સએપ ગ્રુપમાં ગત તા. 30 જૂને કેમ મેસેજ કર્યો તેમ કહી ગાળો બોલીને યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં તેની કારમાં પણ પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..