વાંકાનેર : વાંકાનેર શહેરના ગાયત્રીમંદિર સામે રહેતા યુવાનના પુત્રને સામું કેમ જુવે છે કહી લાફો મારી દેનાર શખ્સને સમજાવવા જતા ચાર શખ્સોએ યુવાન અને તેમના પરિજનો ઉપર છરી, ધોકા અને પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર સામે રહેતા ફરિયાદી પિન્ટુભાઈ જીણાભાઈ મળદરિયા ઉ.28 નામના યુવાને આરોપી શૈલેષ ગંગારામ ચારોલીયા, ગંગારામ નાજાભાઈ ચારોલીયા, સંજય ગંગારામ ચારોલીયા અને આરોપી હકુભાઈ ગંગારામ ચારોલીયા વિરુદ્ધ ફરિયાફ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26ના રોજ ફરિયાદીનો પુત્ર વિક્રમ ઉર્ફે રાજવીર મંદિરમાં દીવા કરવા જતાં જુના ઝઘડાનો ખાર રાખી આરોપી શૈલેષે વિક્રમને લાફો મારી સામું કેમ જોવશ તેમ કહેતા ફરિયાદી પિન્ટુભાઈ આરોપીને સમજાવવા જતા ચારેય આરોપીઓએ ઝઘડો કરી પિન્ટુભાઈને છરી મારી દઈ સાહેદ જીલુબેન, રેખાબેન અને ફરિયાદીના પત્ની હિરુબેનને ઢીકા પાટુનો માર મારી ઇજાઓ કરતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.