મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે 3500 લોકોને ભાવતા ભોજનીયા કરાવીને દિવાળીના પર્વને દિપાવ્યો આપવાના આનંદ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારોમા લોકોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યા બાદ 2 હજારથી વધુ બાળકોને ફટાકડાની કીટ આપી તેમની દિવાળીને યાદગાર બનાવાઈ મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતું છે.ત્યારે તહેવારોનો મહારાજ ગણાતા દીપોત્સવી પર્વની પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શહેરના ઝૂંપટપપટ્ટી અને પછાત વિસ્તારોમાં બાળકો સહિત 3500 લોકોને ભરપેટ ભાવતા ભોજનીયા કરાવીને આશરે 2 હજાર જેટલા લોકોને ફટાકડાની કીટ આપીને બીજાની ખુશીમાં આપણી ખુશી હોવાના તહેવારોના સાચા મર્મને દીપાવ્યો હતો. મોરબીમાં સામાજિક સ્તરેથી કાંતિકારી કાર્યો કરીને દેશભવના મજબૂત બનાવતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારોની આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવે છે.ખાસ કરીને દરેક તહેવારોમાં ખુશીઓથી વંચિત રહેલા બાળકો અને લોકોને ખુશીઓ આપીને તેમના જીવનમાં ઉમગનો રંગ ભરી દે છે અને બીજાના ચહેરાની ખુશી જોઈને પોતે આનંદ લેવો એ જ આ યંગ ઇન્ડિયા ગ્રુપનો આ તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરવામાં પાછળનો શુભ હેતુ છે ત્યારે દિવાળીના તહેવારો શરૂ થતાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તહેવારોના મહારાજા ગણાતા દીપોત્સવી પર્વની પોતાની આપવાના આનંદ હેઠળની વર્ષોની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સેવાભાવી કાર્યકરો સ્વાદિષ્ટ ભોજનની સામગ્રી અને ફટાકડાની કીટ તથા મિષ્ટાન લઈને ઝૂંપટપટ્ટી વિસ્તારોમાં પહોંચ્યા હતા અને જ્યાં બાળકો સહિતના ગરીબ લોકોને લાઈનમાં બેસાડી પ્રેમપૂર્વક પુરી-શાક અને મિષ્ટાનનો શુદ્ધ આહાર પીરસ્યો હતો.રીતે આજે રાત્રે દરેક ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારોમાં બાળકો સહિતના લોકોને ભાવતા ભોજનીયા કરાવ્યા હતા અને બાદમાં ફટાકડાની કીટ આપી હતી.જોકે ગરીબ બાળકો ફટાકડાની કીટ જોતા જ હર્ષધેલા બનીને બાપુ દિવાળી આવી ગઈ હોવાની બુમો પાડીને અનોખી ખુશી વ્યક્ત કરી હતી. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપવાનો આનંદ એટલે જે લોકો ખુશીઓથી વંચિત હોય છે તેવા બાળકો સહિતના લોકોને ખુશીઓ આપીને આપણે ખુદ પરમ આનંદની અનુભૂતિ કરવી એ આપવાનો આનંદનો હેતુ છે.અમારા ગ્રુપ દ્વારા દરેક તહેવારોની બીજાને ખુશી આપીને પોતે આનંદની અનુભૂતિ કરવી એ આપવાના આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવે છે અને આજે દિવાળીના તહેવારોની આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આજે ધનતેરસ અને કાલે કાળી ચૌદશ એમ બે દિવસ સુધી દિવાળીની આપવામાં આનંદ હેઠળ ઉજવણી કરવામાં આવશે અને શહેરના આશરે આઠ જેટલા ઝૂંપટપપટ્ટી અને ગરીબ પછાત વિસ્તારોમાં બાળકો સહિત 3500 લોકોને ભાવતા સ્વાદિષ્ટ ભોજનીયા કરાવીને આશરે 2 હજાર જેટલા બાળકોને ફટાકડાની કીટ આપીને દિવાળીના દીપને સાચા અર્થમાં પ્રગટાવવાનો પ્રયાસ કરાયો છે.