મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલ બ્લડની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા રક્તદાતાઓને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબીના દિલીપભાઈ દલસાણીયા દ્વારા જણાવાયું છે કે, હાલ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબજ ગરીબ પરિસ્થિતિના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. તેમાં પણ ગરીબ સગર્ભા બહેનો ડિલિવરી અર્થે ત્યાં આવતા હોય છે. આવી સ્થિતિમાં તેઓને આકસ્મિક બ્લડની જરૂર હોય તેઓને બ્લડ મળવું ખૂબજ અઘરું પડી જતું હોય છે. હાલ મોરબી સિવિલ બ્લડ બેન્ક ખાતે A+ પોઝિટિવ બ્લડ ની ખૂબજ શોર્ટેજ હોય A+પોઝિટિવ રક્ત ધરાવતા રક્તદાતાઓ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જઈ રક્તદાન રૂપી મહાદાન કરી કોઈના અમૂલ્ય જીવન ને જીવનદાન આપવા અપીલ કરવામાં આવી છે..યંગ ઈન્ડિયા ગ્રૂપ છેલ્લા ઘણા વર્ષો થી 'લોહીમાં છે માનવતા' મુહિમ ચલાવી રહ્યું છે. જેના અંતર્ગત અત્યાર સુધી કોઈના આક્સમિક સમયે મિત્રોની મદદથી રક્તદાન કરીને અનેકો લોકોને નવ જીવન આપવામાં આવી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ આ મુહિમમાં જોડાઈ કોઈના આકસ્મિક સમયે રક્તદાન રૂપી મહાદાન કરી કોઈને નવું જીવન આપવા મદદ કરી શકે છે. જુદા જુદા રક્તદાન ગ્રૂપોની લીંક અહીં આપવામાં આવી છે. આપ આપના બ્લડ ગ્રૂપ મુજબના ગ્રૂપમાં જોડાઇને આ ભગીરથ કાર્યમાં જોડાશો તેવી યંગ ઈન્ડિયા ગ્રુપે અપીલ કરી છે._____________________________મોરબી જિલ્લાના લોકો માટેની લિંક નીચે મુજબ છે._____________________________YIG chat.whatsapp.com/IapScNKuOWL9tUmDi1jABG_____________________________A+chat.whatsapp.com/F5A0v7oGT6yAyzkOXhhmyt_____________________________A-chat.whatsapp.com/ClfdASzUZ9bAnBZ5Zl0l5Z_____________________________B+chat.whatsapp.com/BeaKbYWvIeeD2naGisaM9k_____________________________B-chat.whatsapp.com/D1MB5ylIJbl6CBo4bGeYbw_____________________________O+chat.whatsapp.com/IeuZcxDThvMAYzuWD8jOso_____________________________O-chat.whatsapp.com/JX7TwAtuTegCpbqQ6sh75V_____________________________AB+chat.whatsapp.com/EJsrSU7g9UvJ6X9NkMkDzA_____________________________AB-chat.whatsapp.com/D0pFi7uv7yO4p86pDQep3L_____________________________