મોરબી અપડેટ: મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્ક સ્થિત કસ્તુરી ટ્વિન-B એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં અદભુત અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. અહીં ગણેશ મહોત્સવ દરમિયાન સોસાયટીની નાની અને મોટી બાળાઓએ માતાજીના અલગ-અલગ 9 સ્વરૂપો (નવદુર્ગા) ધારણ કરી ગણપતિ બાપાની આરતી ઉતારી હતી.બાળાઓએ ધારણ કરેલા આ નવદુર્ગાના મનમોહક સ્વરૂપોને જોઈને જાણે સાક્ષાત નવદુર્ગા માતા ગજાનન ગણપતિની આરતી કરવા પધાર્યા હોય તેવા દિવ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ અલૌકિક અને ભક્તિમય નજારો જોઈને ઉત્સવમાં ઉપસ્થિત તમામ ભાવિકો ભાવવિભોર બની ગયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshUtsav #Navdurga #GaneshAarti #RavaparRoad #Festival