રાત્રિના યુવાન સૂતો હતો ને ડાબા કાને વિંછીએ ડંખ દીધો, સારવાર મળે તે પહેલા જ મોત હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ ગામની સીમ વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના 29 વર્ષેય યુવાનને ગઈ રાત્રીના સૂતો હતો તે વેડાએ વીંછી કરડતા મોત નીપજ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના ટીકર ગામની સીમમાં શક્તિભાઈ ઈશ્વરભાઈની વાડીએ ખેત મજૂરી કરવા આવેલ કવાંટ તાલુકાના ખડલા ગામના મીનકાભાઈ વેલજીભાઈ ભીલ ઉંમર વર્ષ 29 રાત્રિના એક વાગ્યાની આસપાસ વાડીએ સુતા હતા તે વેળાએ ડાબા કાને વિંછીએ ડંખ દેતા કોઈ ગંભીરતા ન લીધી.અને ઘરે જ પ્રાથમિક સારવાર કરી હતી જોકે યુવાન સવારે ઉઠતા ચક્કર આવવા લાગ્યા હતા અને પડી જતા સારવાર માટે હળવદ લઇ આવવામાં આવ્યો હતો. જોકે હળવદ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નીપજ્યું છે. બનાવને પગલે હળવદ પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસ પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી મૃતક યુવાનનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.