Octapads / Music Technology પર આગામી પ્રોજેકટ માટે ભાવિક ગજ્જરની પસંદગીગુજરાત : ઇલેક્ટ્રોનિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ક્ષેત્રમાં વિશ્વની અગ્રણી અને જાપાનની પ્રતિષ્ઠિત ROLAND કંપનીએ ભારતમાંથી માત્ર એક કલાકાર તરીકે ગુજરાતના યુવા ડ્રમર ભાવિક ગજ્જરને ખાસ આમંત્રિત કર્યા છે.આગામી સમયમાં રજૂ થનારા નવા ઓક્ટાપેડ મોડલો અને તેમાં આવનારી ટેક્નિકલ સુધારાઓ અને ભવિષ્યમાં શું નવું લાવી શકીએ એના વિશે ખાસ ચર્ચા કરવા માટે કંપનીએ ભાવિક ગજ્જરના Creative Ideas અને Rhythm Technologyની સાથે વિશિષ્ટ મીટિંગ આયોજન કરી છે.આ દરમિયાન ભાવિક ગજ્જરે જણાવ્યું હતું કે, રિધમ અને ટેક્નોલોજીના વિકાસ વિષયક વૈશ્વિક ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી મારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.ખરેખર વિનમ્ર અને ગર્વ અનુભવું છું!. જાપાનની આ પ્રતિષ્ઠિત કંપની દ્વારા ભારતમાંથી 'ભાવિક ગજ્જર' ની પસંદગી થવી—રાજ્ય તથા દેશ માટે પણ ગૌરવનો વિષય છે.