લોકગાયક કિર્તીદાન ગઢવી, મોરબીના એસપી એસ.આર.ઓડેદરા, ભાજપ પ્રમુખ રઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં યુવાનોને બાઇક અર્પણ કરાયા મોરબી : મોરબીના યુવા આગેવાન અજય લોરીયા દ્વારા લોકડાઉનના સમયમાં 57 દિવસ સુધી રસોડું ચાલુ રાખીને અનેક ભુખ્યાઓને ભોજન પહોંચાડયું હતું. આ ભોજન પહોંચાડવામાં જેનો મહત્વનો ફાળો છે, એવા ગામના 14 યુવાનોએ રાત દિવસ જોયા વિના અજયભાઈ સાથે સેવા કરી હતી. જે સેવા બદલ અજયભાઈ લોરીયાએ યુવાનોનું સન્માન કરવા ગત શનિવારે કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, એસપી એસ. આર. ઓડેદરા, લોકગાયક કિર્તીદાન ગઢવી, વિપુલભાઈ અઘારા (rss), જસ્મીનભાઈ હિંસુ (rss) અને અજય લોરીયા દ્વારા 14 યુવાનોને બાઇક અર્પણ કરાયા હતાં. આ કાર્યક્રમમાં સન્માનિત કરાયેલા યુવાનોમાં લોરીયા અંકિત અરવિંદભાઈ, સંઘાણી આશિષ સુરેશભાઈ, કડીવાર રાજ અશોકભાઈ, રાંકજા મીલન કાંતીલાલ, રાંકજા આશિષ મણીલાલ, લોરીયા બ્રીજેશ વીપુલભાઈ, એરણીયા નીકુંજ મનસુખભાઈ, બાવરવા મીત નગીનભાઈ, બાવરવા નીકુંજ ધીરજલાલ, એરણીયા નીતીન દુર્લભજીભાઈ, રાંકજા રોનક વસંતભાઈ, સનાવડા મયંક નીલેશભાઈ, અરવિંદ ધનજી સુરાની અને સીદીક સુમરાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન સોશીયલ ડિસ્ટન્સ સહિત સરકારની દરેક ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.