મોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ પર શગુન સિરામિક ફેકટરી નજીક ગત તા.19ના રોજ જીજે - 36 - સી - 6127 નંબરનું બાઈક લઈ કામે જઈ રહેલા મકબુલ સલીમભાઈ પલેજા રહે.માળીયા ફાટક પાસે, વસુંધરા હોટલ પાછળ, કાંતિનગર વાળાને જીજે - 36 - એપી - 7594 નંબરના અર્ટિકા કારના ચાલક સુમિત ચતુરભાઈ કૈલાએ પુરપાટ ઝડપે પોતાની કાર ચલાવી હડફેટે લેતા મકબુલનો પગનો અંગૂઠો કપાઈ જવાની સાથે જમણા હાથનો ગોળો ભાગી ગયો હતો તેમજ એક દાંત તૂટી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતના આ બનાવમાં સમાધાનની વાતચીત ભાંગી પડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.