ઓમ કાવરે સર્જ્યો નેશનલ રેકોર્ડ: ઉદયપુર ખાતે આયોજિત સ્પર્ધામા મોરબીના યુવાને સિદ્ધિ મેળવીમોરબી : મોરબીના રહેવાસી ઓમ અમિતભાઈ કાવરે રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મોરબીનું નામ રોશન કર્યું છે. તારીખ 26/04/2026 થી 28/04/2026 દરમિયાન યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ઓમ કાવરે અંડર 18 (સબ-જૂનિયર) કેટેગરીમાં ભાગ લીધો હતો.નેશનલ રેકોર્ડ સાથે મેળવ્યો ગોલ્ડ મેડલઆ સ્પર્ધામાં ઓમ કાવરે 53 Kg વેઇટ ક્લાસમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરતા ફર્સ્ટ રેન્ક મેળવી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. મહત્વની વાત એ છે કે તેણે આ સ્પર્ધામાં નેશનલ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ઓમ કાવરે સ્ક્વોટમાં 127.500 Kg, બેન્ચ પ્રેસમાં 65.00 Kg અને ડેડ લિફ્ટમાં 170.00 Kg વજન ઉંચક્યું હતું. આમ, કુલ 362.500 Kg વજન ઉંચકીને તેણે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મોરબીના આ યુવા ખેલાડીની આ સિદ્ધિ બદલ ઠેર-ઠેરથી અભિનંદની વર્ષા થઈ રહી છે.#Morbi #Powerlifting #NationalRecord #GoldMedal #SportsNews #MorbiUpdate #NationalChampionship #Udaipur #OmKavar