મોરબી : મોરબીના જેલ રોડ પર જેકે હોટલની પાછળ આવેલા લોહાણાપરા શેરી નંબર-1માં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત તથા મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી. જો કે ફરિયાદ બાદ પણ ગટરની સફાઈ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શેરીમાં ઘર પાસે જ ગટર ઉભરાવાના કારણે લોકોને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં ગટરના પાણી ભરાય રહેતા હોય લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ગટર ઉભરાવાની સમસ્યા દુર કરવામાં આવે તેવી રહીશો માગણી કરી રહ્યા છે.