ટીકરનું સરનામું પૂછનાર બે શખ્સને ઘેર ચા પાણી પીવા લઈ ગયેલા વૃદ્ધ પાસેથી ગઠિયા 39,700 પડાવી પલાયનહળવદ : હળવદ શહેરમાં બે અજાણ્યા શખ્સોએ સરનામું પૂછવાને બહાને પટેલ વૃદ્ધને ભોળવી ઘેર ચા પાણી પીધા બાદ તમને નડતર છે, રામાપીરની વિધિ કરાવો તો ત્રણ મહિનામાં બધું સારું થઇ જશે કહી રૂપિયા 39,200 પડાવી પલાયન થઇ જતા બે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, બનાવ અંગે હળવદ પોલીસે બાઈક નંબરના આધારે બન્ને ગઠિયાની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ ઉપર આલાપ સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા ગઈકાલે મંદિરે દર્શન કરી પરત ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં બે ગઠિયા ભટકાઈ ગયા હતાં. આ બન્ને અજાણ્યા શખ્સોએ પ્રથમ ટીકર ગામ જવાનો રસ્તો પૂછી વૃદ્ધને વિશ્વાસમાં લઈ પોતે અમરેલીના પટેલ હોવાનું જણાવી ટીકર ગામે રામાપીરની કંકોત્રી દેવા જતા હોવાનું કહેતા ભોળા વૃદ્ધ ઈશ્વરભાઈએ ઘેર ચા પાણી પીવા આવવા કહેતા બન્ને શખ્સ ઘેર ગયા હતા અને પોતે રામાપીરના ભુવા હોવાનું કહી તમને ઝાપટું નડે છે, તમારે ઘરમાં સારું કરવું હોય તો રામાપીરની વિધિ કરી પડશે તેમ કહી 7200 રૂપિયા માંગ્યા હતા અને બાદમાં ત્રણ મહિનામાં બધું સારું થઇ જશે કહી રામાપીર માટે 36 હજાર માંગતા ઈશ્વરભાઈએ પોતાની પાસે રહેલા 32 હજાર આપી દીધા હતા અને બન્ને શખ્સોએ ઘરના સભ્યોના હાથમાં જુવારના દાણાં પકડાવી છેતરપિંડી કરી પલાયન થઈ જતા બનાવ અંગે વૃદ્ધ ઈશ્વરભાઈના પુત્રો ઘેર આવતા બન્ને ગઠિયા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક નંબર જીજે-03-એનએ-9498 લઈને આવેલા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી બાઈક નંબરના આધારે તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..