મોરબી : મોરબીના ગાંધીચોકમાં ચાની લારીએ ચા પીવા ગયેલા યુવાનને ચા ના ધંધાર્થીએ મારી લારીએ ચા પીવા નહીં આવતો કહી માથામાં કડું ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી કાલીકા પ્લોટ શેરી નં.4માં રહેતા રાજુભાઇ ચોડાભાઇ કુંડા ગાંધીચોકમાં જીવણ રબારીની ચાની લારીએ ચા પીવા ગયા હતા ત્યારે આરોપી જીવણ રબારીએ તુ મારી ચા ની લારીએ આવતો નહી તેમ કહી ભુંડા બોલી ગાળો આપી શરીરે મુંઢ માર મારી પોતાના હાથમાં પહેરેલ કડુ રાજુભાઇને માથામા કપાળના ભાગે મારી ઇજા પહોંચાડતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.