જુના ઘાટીલા ગામે રહેતા અંજનાબેને પતિ ધવલ, સાસુ મુક્તાબેન અને સસરા દુર્લભજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા અને હાલમાં ભરૂચના દહેજ ખાતે સાસરું ધરાવતા પરિણીતાએ પતિ, સાસુ અને સસરા ઘરકામ બાબતે મેણાંટોણાં મારી તું તો સાવ પોપલી છો, છોકરા જણી શકતી નથી કહી હેત્રાસ ગુજારતા આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે પિતાને ત્યાં રહેતા અંજનાબેન ધવલભાઈ કાવર નામના મહિલાએ પતિ ધવલ દુર્લભજીભાઈ કાવર, સાસુ મુક્તાબેન દુર્લભજીભાઈ કાવર અને સસરા દુર્લભજીભાઈ કાવર મૂળ રહે.મોરબી હાલ રહે. દહેજ, ભરૂચ વાળાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસાના કાયદા અન્વયે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2016માં તેમના લગ્ન થયા બાદ થોડો સમય સાસરિયાઓએ સારી રીતે રાખ્યા બાદ તું તેલ,સાબુ વધારે બગાડે છે, તું સાવ પોપલી છો, છોકરા જણી શકતી નથી તેવા મેણાંટોણાં મારી ત્રાસ ગુજારતા હોવાનું અને સસરા અભદ્ર વ્યવહાર કરતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.