મોરબી : મોરબીના યોગ ટ્રેનર મીનાબેન કેશવલાલ ચારોલાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ યોગ કક્ષા ટ્રેનર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા મોરબીના યોગ ટ્રેનર મીનાબેન ચારોલાને મોરબી જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા ટ્રેનર તરીકેનું સન્માન મળ્યું છે. જે સમગ્ર જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઘટના છે.