મોરબી: ગુજરાત રાજ્ય યોગા બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર સમર યોગ કેમ્પનું 20 મેથી 29 મે દરમ્યાન સવારે 7:00થી 9:00 કલાક સુધી લીલા લેર ગાર્ડન, રાજપર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.યોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને તેમનામાં નાની ઉંમરથી જ શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમર યોગ કેમ્પ ગુજરાતના 33 જીલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં યોજાશે. સમર યોગ કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ, પ્રાણાયામ, ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવશે.